we


નરેન્દ્રભાઈ, તમારો લોકપ્રિય સાંસદ ભાજપાને આદિવાસી પટ્ટી પર ડૂબાડશે

         નર્મદા ભાજપાની આગ હવે ચોતરફ અને વાયુવેગે પ્રસરી રહી છે. ભરૂચના સાંસદ અને માજી કેંદ્રિય મંત્રી મનસુખ વસાવાએ અનેકવાર વાણીવિલાસ કરી અન્ય પાર્ટીના જ નહીં પણ પોતાના પક્ષ ભાજપાના નેતા, આગેવાન કે ચૂંટાયેલાં પદાધિકારી વિરૂદ્ધ કોઈપન પુરાવા વગર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. હવે તેમના જ નેતાઓએ તેમની સામે આવ્યા છે, અને પુરાવા આપો અથવા ખંડન કરો નહીંતર માનાહાનિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ સ્થિતિ પછી લાગી રહ્યું છે કે ભાજપાનું આ આદિવાસી પટ્ટી પર ધોવાણ થઈ રહ્યું છે અને તેની અસર તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી પર પડશે.

નાંદોદ ભાજપના  ધારાસભ્યએ મૌન તોડીને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો છે. મનસુખ વસાવાએ નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં જેના જવાબમાં ડૉ. દર્શના દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા માનહાનિના દાવા માટે તૈયાર રહે. વધુમાં દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ હું તેમને કહેવા માગું છું કે તેમને તો ચૈતર વસાવા સાથે ઘરના સંબંધ છે, મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી.ભ્રષ્ટાચારની વાત છે, તો મનસુખ વસાવા તે સાબિત કરે,

બીજી ચૈતર વસાવાએ મૌન તોડનાર દર્શના દેશમુખને અભિનંદન આપવા સાથે એવી વાત કરી હતી જેને ભાજપાએ ગંભીરતાથી વિચારવી જ રહી. તેમેણે કહ્યું મનસુખ વસાવાને કોઈની પણ સાથે નથી બનતુ..! હર્ષદ વસાવા, શબ્દશરણ તડવી, ગણપત વસાવા, છોટુ વસાવા કે રીતેષ વસાવા હોય બધાં જ સાથે તેમને વાંકું પડ્યુ છે. બધાં પર હાવી થવાનો પ્રયત્ન કરે છે. મનસુખભાઈ ભરૂચના સાંસદ છે પણ ત્યાંના બદલે નર્મદા જિલ્લામાં વિશેષ રસ લે છે. અમારા પણ દરેક કામનો વિરોધ કરે છે, બધું જ પોતાનું ધાર્યુ કરાવવા મથે છે. જે ખોટુ છે.

click link to watch video

https://www.instagram.com/reel/DSL2OxojA8K

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ત્યારે અંદર અને બાહરથી ઘેરાયેલા મનસુખ વસાવા પ્રત્યેના અણગમા અને આપખુદશાહીના કારેણે ભાજપાએ માત્ર નર્મદા જિલ્લામાં જ નહીં આખી આદિવાસી પટ્ટી ઉપર જ રાજકિય નુકશાન વેઠવું પડશે.

No comments