ભરૂચને મહાનગરપાલિકા નહીં અપાવી શકનારા જાંબાઝોનું કારસ્તાન..!
૩૧મી જાન્યુઆરીએ મળેલી ભરૂચ નગરપાલિકાની સામાન્યસભામાં લોક વિકાસના કામો કેટલાં મંજૂર થયાં તે બધાંનો રામ જ જાણે, પણ ફરજ સમયે મરણ પામનાર મૃતક શંભુ વસાવાના મુદ્દે જે હોહલ્લો, તું તું મૈં મૈં અને બુમબરાડા થયાં તેણે ભરૂચ નગરપાલિકાના ઈતિહાસમાં એક કાળું પાનું જરૂર ઉમેર્યુ છે.
આના માટે માત્ર શાસક જ નહીં વિપક્ષ પણ એટલો જ જવાબદાર છે.
વિપક્ષનો આરોપ
છે કે મૃતક સાથે જ્ઞાતી આધારીત અન્યાય થઈ રહ્યો
છે..¦ મરણ
પામનાર ‘વસાવા’ હોય શાસકો તેને વળતર આપવામાં કે સદગતની અંતિમક્રિયા
સહિતના મુદ્દે અન્યાયી બન્યા છે..¦ આ સાથે વિરોધપક્ષના વિસ્તારોમાં રોડ–રસ્તાનો મુદ્દો પણ વિવાદી થયો.
to watch video click link
https://www.instagram.com/
બીજી તરફ શાસક મૃતકના પરિવાર સાથે હોય તો તેણે અત્યાર સુધી રાહ જોવાની જરૂર નહોતી. કારણ મરણ જનાર રોજમદાર હોય કે અન્ય કોઈ, તેમણે દરેક સાથે માનવતા રાખવાની અને તે પણ ત્વરીતપણે તેનો અમલ કરાવવાની જરૂર હતી. આમ બેપક્ષીય લડાઈમાં રાષ્ટ્રગાન વગાડવાની ઉતાવળ મુદ્દો બની જે અશોભનીય છે.
to watch video click link
https://www.instagram.com/
ખૈર..! વાઈરલ થયેલાં વિડીયો જોતા તો એમ લાગતું હતું કે ભરૂચ નગર પાલિકાનો હોલ કુરૂક્ષેત્ર હોય અહીં મહાભરૂચનું યુદ્ધ લડાઈ
રહ્યું છે. અને એટલે જ આ તકે યાદ આવ્યું કે એકાદ મહિના પહેલાં એકાદ મહિના પહેલાં રાજય સરકારે નવી
મહાનગરપાલિકાઓ જાહેર કરી તેમાં સૌથી વધુ યોગ્યતા છતાંય ભરૂચનો તેમાં સમાવેશ કરાયો
નહતો. પછી ખબર પડી કે આપણાં આ અને આ પહેલાંના જાંબાઝ નગરસેવકો, ધારાસભ્યો કે અન્ય સંલગ્ન લોકોએ ભરૂચને
મહાનગર બનાવવાની દરખાસ્ત જ રાજય સરકારમાં મોકલી નહોતી. મોસાળમાં પણ મા માગ્યા વગર તો કેવી રીતે પીરસે..? (૧/ર/ર૦રપ)
No comments