we


DISH ભરૂચ માટે માનવ મૃત્યુની કોઈ કિંમત નથી..! જો માછલીના મોત સામે ગુનો તો ખરાબ વાલ્વ ન બદલનાર GFL સામે સાપરાધ માનવ વધનો ગુનો કેમ નહીં..?

 છેલ્લાં બેએક મહિનામાં ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં અનેક અકસ્માતો થયાં. કેટલાક કુદરતી તો કેટલાક માણસની ગુનાહિત બેદરકારીના કારણે..? અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા ચાર કામદારોનાં મોત થયાં. આ શાહી સુકાય તે પહેલાં દહેજની ગુજરાત ફલોરોમાં ગેસ લીકેજથી ગુંગળામણના પગલે ૪ના મોત થયા. બીજા દિવસે દિવ્ય ભાસ્કર દૈનિકમાં હેડલાઈન બની:

હકિકત: ખરાબ વાલ્વ અંગે ચેતવ્યા, બદલ્યો નહીં
અને ૪ જિંદગી હોમાઈ

 પણ ફેકટરી ઇન્સ. (ડાયરેકટર ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ)ને હજે સુધી આ દેખાયું નથી. કારણ જો દેખાયું હોત તો આવી ગુનાહિત બેદરકારી દાખવનારા સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધત.

બીજી તરફ તાજેતરમાં અંકલેશ્વર તાલુકાના બાકરોલ નજીક આવેલ પાણીની કેનાલમાં ૧૪મી ફેબ્રુઆરીએ ઝેરી કેમિકલ ઠાલવ્યાના પગલે પાણીનો કલર બદલાઈ ગયો હતો. માછલી સહિતના અનેક જળચર મૃત્ય પામ્યા. તપાસ થઈ અને કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારા અને વેસ્ટનું વહન કરી કેનાલમાં ઠાલવનારા પાંચ સામે ગેરઇરાદે હત્યાનો કેસ દાખલ કરાયો. જો કે આ જો કે આ બનાવમાં કાઈપણ વ્યકિતનું મોત થયું નથી..¦

હવે અમારો સવાલ..? જો માછલીના મોત અને માનવના મૃત્યુ ની સંભાવના પછી જો પોલસ સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાતો હોય તો જે ઘટનામાં વાલ્વ લીક થયો અને તે વાલ્વ ખરાબ હોવા અંગે ચેતવ્યા પછી પણ તે ન બદલાયો તે ગુનાહિત બેદરકારી દાખવનારાઓ સામે DISHએ કોઈ જ અહેવાલ કે કોઈ કાર્યવાહી નહીં..! કેમ..? શું આ કંપની મોટા માથાઓના વડપણ હેઠળ ચાલે છે એટલે..?

દિવ્ય ભાસ્કર દૈનિકના આ અહેવાલની માહિતી સાચી નથી તો કોઈ ખુલાસો કેમ નથી કરાયો..?

પ્રતિ, શ્રી ગૌરાંગભાઈ મકવાણા, IAS જિલ્લા વહિવટી વડાશ્રી

ડે. ડાયરેકટર ઈન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ, (DISH) ભરૂચ

મહેરબાન સાહેબશ્રીઓ, ઉપરોકત વિષય અંગે સવિનય જણાવવાનું કે ર૯મી ડીસેમ્બર ર૦ર૪ના રોજ દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરો (GFL) કંપનીમાં ગેસ લીકેજની ઘટના અને ચારના મોત તથા ઘાયલ અંગે દૈનિક અખબાર દિવ્ય ભાસ્કર (૩૦/૧ર/ર૪)ના અહેવાલમાં લખે

દહેજની જીએફએલમાં ગેસ ગળતરથી ૪ના મોત: ૭ ઘાયલ, ઘટના પાછળ બેદરકારી કારણભૂત

આ બેદરકારીના કારણે ૪ માનવીના મ્ત્ત્યુ પછીય ફેકટરી ઈન્સપેકટરની તપાસમાં આવું કેમ બહાર આવ્યું નથી..? આવ્યું છે..? તો કસુરવારો સામે કોઈ કાયદેસરની કાર્યવાહી હજુ સુધી કેમ કરવામાં આવી નથી..? નિયમાનુસાર જો અખબારમાં સાચી માહિતી ન છપાઈ હોય તો સંલગ્ન કંપની કે વિભાગ તેનો રદીયો આપે છે, જે અપાયો નથી. માહિતી વિભાગી પણ આ અંગે ખુલાસો માંગ્યો નથી..! કેમ..?

No comments