we


GFL ગેસ લીકેજના બનાવમાં નામદાર કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ; હવે પોલીસનો વારો

       ગત ૨૮/૧૨/૨૦૨૪ના રોજ દહેજની ગુજરાત ફલોરો કેમિકલ લિમિટેડ, પ્લોટ નંબર ૧૨/એ, જીઆઈડીસી. દહેજ તા. વાગરા, જી, ભરૂચમાં ગેસ લીકેજથી ગુંગળામણના પગલે ૪ના મોત થયા. બીજા દિવસે દિવ્ય ભાસ્કર દૈનિકમાં હેડલાઈન બની: હકિકત: ખરાબ વાલ્વ અંગે ચેતવ્યા, બદલ્યો નહીં અને ૪ જિંદગી હોમાઈ

આ અંગે ભરૂચના જાગૃત નાગરિક અને મીડિયાકર્મી ડો. તરુણ બેન્કરે કલેકટર, ભરૂચ અને નાયબ નિયામકઃ ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય, ભરૂચને આ કેસમાં તટસ્થ તપાસ અને કડક પગલાં લેવા તથા તેમના દ્વારા લેવાયેલ પગલાં અંગેની માહિતી આપવા અરજી કરી હતી.

જે અનુસંધાને નાયબ નિયામકઃ ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય, ભરૂચ દ્વારા પાઠવાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરના નામ સરનામાવાળા કારખાનામાં બનેલ ગેસ લીકેજના બનાવ બાબતે તપાર કરી નામદાર કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંકલેશ્વર તાલુકાના બાકરોલ નજીક આવેલ પાણીની કેનાલમાં ૧૪મી ફેબ્રુઆરીએ ઝેરી કેમિકલ ઠાલવ્યાના પગલે પાણીનો કલર બદલાઈ ગયો હતો. માછલી સહિતના અનેક જળચર મૃત્ય પામ્યા. તપાસ થઈ અને કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારા અને વેસ્ટનું વહન કરી કેનાલમાં ઠાલવનારા પાંચ સામે ગેરઇરાદે હત્યાનો કેસ દાખલ કરાયો. જો કે આ જો કે આ બનાવમાં કાઈપણ વ્યકિતનું મોત થયું નથી..¦

હવે અમારો સવાલ..જો માછલીના મોત અને માનવના મૃત્યુ ની સંભાવના પછી જો પોલીસ સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાતો હોય તો જે ઘટનામાં વાલ્વ લીક થયો અને તે વાલ્વ ખરાબ હોવા અંગે ચેતવ્યા પછી પણ તે ન બદલાયો તે ગુનાહિત બેદરકારી દાખવનારાઓ સામે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે..? પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી છે..?

 

No comments