we


ફેકટરી ઈન્સ.એ GFLના ડિરેકટર સનથ કુમાર મુપ્પિરલા સામે ક્રિમિનલ કેસ દાખલ કર્યો, પોલીસવડા કોની રાહ જૂએ છે..?

      ગત ૨૮/૧૨/૨૦૨૪ના રોજ દહેજની ગુજરાત ફલોરો કેમિકલ લિમિટેડ, પ્લોટ નંબર ૧૨/, જીઆઈડીસી. દહેજ તા. વાગરા, જી, ભરૂચમાં ગેસ લીકેજથી ગુંગળામણના પગલે ૪ના મોત થયા. જે અનુસંધાને  નાયબ નિયામકઃ ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય, ભરૂચ દ્વારા પાઠવાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરના નામ સરનામાવાળા કારખાનામાં બનેલ ગેસ લીકેજના બનાવ બાબતે તપાર કરી નામદાર કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરેલ છે.

કેસ નંબરના આધારે મળેલ ઓનલાઈન માહિતી અનુસાર ગુજરાત ફલોરો કેમિકલ લિમિટેડ (GFL)ના ૧૦ ડિરેકટરો પૈકી એક સનથ કુમાર મુપ્પિરલા (Sanath Kumara Muppirala) સામે નામદાર લેબર કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલ છે, જેની સુનવાઈ આગામી ૮મી માર્ચ ૨૦૨૫ના રોજ થનાર છે. જોઈએ ચાર લોકોના મોત અને દૈનિક અખબાર દ્વારા ‘ગુનાહિત બેદરકારી’ના આરોપ પછી તેમની વિરૂદ્ધ શું કાર્યવાહી કરાય છે..?

આ અંગે લીગલ ઓપિનિયન લેતાં જાણવા મળેલ છે કે જે કલમ (ફેકટરી એકટ, ૧૯૪૮ 7(a) 2(a)) હેઠળ ગુનો દાખલ કરાયો છે, તે કલમ ‘દાંત અને ન્હોર વગરના સિંહ’ જેવી છે. જેમાં સજારૂપે બે-પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. ત્યારે સવાલ એ છે કે નામદાર લેબર કોર્ટમાં દાખલ કરાયેલ આ ક્રિમિનલ કેસમાં ન્યાય મળેશે..?

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંકલેશ્વર તાલુકાના બાકરોલ નજીક આવેલ પાણીની કેનાલમાં ૧૪મી ફેબ્રુઆરીએ ઝેરી કેમિકલ ઠાલવ્યાના પગલે પાણીનો કલર બદલાઈ ગયો હતો. માછલી સહિતના અનેક જળચર મૃત્ય પામ્યા. તપાસ થઈ અને કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારા અને વેસ્ટનું વહન કરી કેનાલમાં ઠાલવનારા પાંચ સામે ગેરઇરાદે હત્યાનો કેસ દાખલ કરાયો. જો કે આ જો કે આ બનાવમાં કાઈપણ વ્યકિતનું મોત થયું નથી..¦

બાકરોલમાં માછલીના મોત અને માનવના મૃત્યુ ની સંભાવના પછી પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાતો હતો. હવે જે ઘટનામાં વાલ્વ લીક થયો અને તે વાલ્વ ખરાબ હોવા અંગે ચેતવ્યા પછી પણ તે ન બદલાયો તે ગુનાહિત બેદરકારી દાખવનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરે અને સાપરાધ માનવ વધનો ગુનો નોંધે તે જરૂરી છે.

અત્રે એ જાણવું પણ જરૂરી છે કે બાકરોલ્ના બનાવ પછી જિલ્લા પોલીસવડાએ એક સેમીનારમાં ઉદ્યોગોને ચેતવ્યા હતાં. ત્યારે સવાલ એ છે કે આ ચેતવણી ગેરકાયદે કેમિકલ વેસ્ટનો નાશ કરનારા માટે જ હતી. આ નસીહત માત્ર ભંગારીયાઓ પૂરતી જ હતી કે ગુનાહિત બેદરકારી દાખવનાર અને ખાસ કરીને ઉંચા રાજકીય કનેકશન ધરાવતી કંપનીઓ માટે પણ હતી..?

દહેજની ગુજરાત ફલોરો કેમિકલ લિમિટેડમાં ગેસ લીકેજથી ગુંગળામણના પગલે ૪ના મોત થવાના આ બનાવમાં હવે પોલીસ તરફ જ બધાંની નજર છે. શું નાયબ નિયામકઃ ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્યની કોર્ટ ફરીયાદ પછી પોલીસ પણ કોઈ કાર્યવાહી કરશે..? કરી શકશે..?

 

No comments