we


વાઈરલ વિડીયોને આધારે સામન્યજનોને પકડી દંડતી પોલીસ આમની વિરૂદ્ધ કાર્યવાહી કરશે..?

     તાજેતરમાં ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે ભાજપાના અન્ય ભાષા-ભાષી સેલ દ્વારા ‘બિહાર-ડે ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના આરંભે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના પૂર્વ મંત્રી અને અંક્લેશ્વર-હાંસોટના વર્તમાન ધારાસભ્ય પણ હાજર હતા. સ્વાભાવિક છે ઉદ્દ્ઘાટન સમારોહ પછી ઈશ્વર પટેલ જતાં રહ્યા પછી જાહેર મંચ પર ખેલાયો અશ્લિલ નાચ..!

ફિલ્મી ગીતોથી શરૂ થયેલ આ કાર્યક્રમ ધીમે-ધીમે અશ્લિલતામાં લપેટાતો ગયો. ચારથી પાંચ મહિલા ડાન્સરોએ એવા લટકા-ઝટકા અને ઠુમકા લગાવ્યા કે ઉપસ્થિત યુવાધન કિલકારીયો કરી ઉઠ્યું. ઝુમવા લાગ્યુ. આ તકે સ્ટેજ ઉપર એક એવા મહાશય પણ દેખાયા જેમણે ખભે કેસરી ખેસ નાંખ્યો હતો, તેમણે પણ આ નાચ-ગાનમાં ભાગ લીધો. એ હદે કે મહિલા ડાન્સરની ઉઘાડી કમરમાં હાથ નાંખી ઝુમ્યા..!

કોઈપણ દિવસ કે કાર્યક્રમની ઉજવણી કરાય એ ખુશીની વાત છે. પણ, તે માપ અને મર્યાદામાં થવી જોઈએ. કારણ આ કાર્યક્રમ જાહેરમાં અને હજારોની હાજરીમાં કરાયો હતો. પણ અહીં તો ચાલ, ચરિત્ર અને ચહેરો એટલો વિકૃત બન્યો કે ના પુછો વાત. શું આમને રોકનાર કે ટોકનાર કોઈ નહોતું..?

#viralvídeos #ankleshwar #bharuch #bjp #biharday #trendingreels #news #namobharat

https://www.instagram.com/share/BAMGIGGbIg

Follow નમો ભારત ન્યૂઝ on Instagram

હવે મૂળ વાત…

આ કાર્યક્રમની કોઈ પરવાનગી લેવાઈ હતી..?

પરવાનગી કોના નામે લેવાઈ હતી..?

સ્વાભાવિક છે કે કાર્યક્રમ માટે બોલાવાયેલ ડાન્સરો બહારની હતી એટલે આ આયોજન પૂર્વ આયોજિત હતું..! શું પરવાનગીમાં આ વાતનો ઉલ્લેખ કરાયો હતો..?

આ કાર્યક્રમ અનવ્યે પોલીસ બંદોબસ્ત પણ લેવાયો જ હશે.

તો હાજર પોલીસે આ અશ્લિલતા રોકવા શું કર્યું..?

viralvídeos #ankleshwar #bharuch#bjp #biharday #trendingreels #news

https://youtube.com/shorts/3zkUyzFz730

ખૈર, વાઈરલ વિડીયોને આધારે સામન્યજનોને પકડી દંડતી પોલીસ આ વાઈરલ વિડીયોને આધારે આયોજક૪ સંચાલક અને ડાન્સરોની ધરપકડ કે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરશે..? કે પોલીસનો દંડો સામન્ય લોકો પર જ ચાલે છે..? સવાલો ઘણાં છે. જોઈએ જવાબ મળે છે કે નહીં..!

No comments