we


ભાજપના નામે પદ ને સત્તા પર ચોંટીને બેઠેલાં મહાનુભાવો પર ગમે ત્યારે ‘રાજકીય સર્જીકલ સ્ટ્રાઈક’

      કોઈ માને કે ન માને પણ ભાજપામાં બધું સમુંસતુરૂ નથી. કારણ પ્રદેશ અને કેન્દ્ર સરકાર અને સંગઠનની રચનાનિમણુક ઠેલાતી જાય છે. અનેક તારીખો જાહેર કર્યા પછીય બધું ઠેરનું ઠેર જ છે..! જવાબ એક જ છે, મોટા ભાગનાને પક્ષના નામે પોતાની લીટી લાંબી કરવી છે. વરસોથી પદ અને સત્તા પર ચીટકીને બેઠેલાંને જગ્યા છોડવી નથી. પોતે નહીં થો પોતાના અંગતને તે સ્થાને બેસાડવો, ચોંટાડવો છે.



ભરૂચ જિલ્લાની વાત કરીએ તો એવાં અનેક નામો છે, જે દર વખતે કોઈનો કોઈ હોદ્દો મેળવી જ લે છે. તો કેટલાંક એવાં છે કે જે પોતાના અંગત નેતાની ભલામણ કે દયાથી મોટો હોદ્દો મેળવી તો લે છે, પણ જવાબદારીના નામે માત્ર કફની પહેરીને, લાલાજી બનીને નેતાગીરી ઝાડયા કરે છે..! દરેક ચૂંટાયેલા નેતા પોતાના આવા એક ફોલ્ડરને સંગઠનમાં સેટ કરવા માંગે છે..! ભલે એ લાયક ન હોય તો પણ..! કારણ પોતાની સ્થિતિ મજબૂત કરવી છે. પાર્ટીની નહીં..!

ભાજપાની છાતીને ચોંટીને બેઠેલાં કે ચોંટવા મથતા આવા મહાશયો પૈકીના થોડાંક જ એવાં છે કે જેઓ નેતાજીથી ઉપર ઉઠીને પક્ષ માટે કામ કરશે કે પક્ષને વફાદાર રહેશે. આવા બેચાર નામો સિવાય મોટાભાગનાને આરામ કરવાનો સમય પાકી ગયો છે. છે. કારણ આમ નહીં કરાય તો નવી પેઢી તૈયાર કેવી રીતે થશે. બીજા લોકોને તક કયારે મળશે..?

for Regular News Updates follow નમો ભારત ન્યૂઝ

https://www.instagram.com/namobharatnews

હાલ ચાલી રહેલ ચર્ચા મુજબ પક્ષ પણ આવું જ કંઈક કરવાના મૂડમાં છે. શકયત: નવી ટીમ અને ખાઈ બદેલાને આરામ આપવાની તૈયારી થઈ ચૂકી છે. ગમે ત્યારે રાજકીય સર્જીકલ સ્ટ્રાઈકથઈ શકે તેવાં એંધાણ છે. સરકાર ને સંગઠનમાં કોઈને કોઈ રીતે પદ કે સત્તા મેળવનારા હવે આરામ કરવા માટે તૈયાર થઈ જાવ.

No comments