‘મન હોય તો માળવે જવાય’ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદીએ આ સાબિત કરી બતાવ્યુ
જે કામ ભાજપાના કહેવાતા નેતા, સાહેબ કે બોસ ન કરી શકયા તે કામ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદીએ ગણતરીના દિવસોમાં કરી બતાવ્યુ. વાત છે ભરૂચ અને અંકલેશ્વરને મહા નગરપમલિકા બનાવવાની. આપણે સૌ જાણીએ છીએ કે ચારેક મહિના પહેલાં રાજયના તેર શહેરો મહાનગર બન્યાં. જેમાં નવસારી, મોરબી, સુરેન્દ્રનગર જેવાં નાના શહેરો પણ હતાં. પણ આ યાદીમાં ભરૂચનું નામ ન આવ્યું..¦ કેમ..? તો ખબર પડી કે આપણાં મહાન નેતાઓએ આ અંગેની દરખાસ્ત જ નહોતી કરી.! કેમ..? તો તેની કોઈને ખબર નથી.
પણ એક ચર્ચા
અનુસાર મહાનગર બને તો સ્થાનિક કામો પણ રાજય સ્તરના ઓનલાઈન ટેન્ડરથી જ કરવા પડે.
અને હાલ તો જેટલાં એટલાં કોન્ટ્રાકટર છે..! કે પછી તેમનાં
મળતીયાં..? ટૂંકમાં પોતાની અંગત રોટલી શેકવા
નગરજનોને અન્યાય કરવા તત્પર નેતાઓના મનસુબો જિલ્લા પ્રમુખે ઉંધોવાળી મહાનગર
બનાવવાની દરખાસ્ત મોકલી. હેટસ ઓફ પ્રમુખશ્રી
પ્રકાશ મોદી.
click link (આપણાં અખબારનો ૧લી મે,નો અંક)
https://www.facebook.com/share/p/1YCXtUyrHg/
No comments