ઝોલા છાપ-તોડબાજ પત્રકારો અબુ મુલ્લા તથા ખાલીદ શેખ ઝડપાયા
ડિજિટલ ને સોશ્યલ મીડિયાના આગમન પછી પત્રકારત્વના ક્ષેત્રમાં તેજી આવી છે. ઘડીના છઠ્ઠા ભાગમાં સમાચાર આપણાં સુધી પહોંચી જાય છે. પણ સાથોસાથ લોકોને બદનામ કે બ્લેકમેલ કરી તોડબાજી કરનારા ઝોલાછાપ પત્રકારો પણ વધ્યાં છે..! પત્રકારત્વને આગળ ધરી અંગત સ્વાર્થ માટે પત્રકારનું લેબલ ધારણ કરી બ્લેક મેઈલિંગ કરતા બોગસ અને ઝોલાછાપ પત્રકારત્વનો મામલો સામે આવ્યો છે.
નાંદોદ તાલુકાના ભદામ ગામે નિલકંઠ દવાખાનામા
પ્રેક્ટિસ કરતા ડો.વિષ્ણુકાંત કંસારાના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા જયેશ
શિવલાલ પટેલ પાસેથી બે ઝોલા છાપ પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કરી ૨.૩૦ લાખ રૂપિયા
પડાવી લીધા હતા.વધુ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપતા જયેશ શિવલાલ પટેલે બંને
પત્રકારો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપીપળા પોલીસે સીસીટીવી ફૂટેજને ડભોઈ
હાઈવે પરથી ઝોલા છાપ પત્રકારો અબુ મુલ્લા તથા ખાલીદ શેખને ઝડપી પાડ્યા હતા. જ્યારે
રાજપીપળા પોલીસની ટીમ એમને પકડવા ગઈ ત્યારે આ બન્ને ગાડી રસ્તા વચ્ચે મુકી ફરાર થઈ ગયા
હતા. બીજે
દિવસે જ બાતમીના આધારે પોલીસે એમને સેગવા અને ડભોઈ વચ્ચેથી ઝડપી પાડી તેમને
સાથે રાખી આખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન કર્યા
બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
આ સમાચારનો વિડીયો જોવા click link
https://www.instagram.com/
આ કાર્યવાહીમાં રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવી, ડી સ્ટાફના
પંકજ ગઢવી, સુરેંદ્ર વસાવા અને અંકિત માળી સહિતના પોલીસકર્મીઓએ સક્રિય કામગીરી
કરી હતી.
No comments