મને ‘મોટો ભા’ કેમ ના બનાવ્યો..? ભારતમાં I phone બનાવશો તો 25 ટકા ટૅરિફ લગાવીશુઃ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર એપલના સીઈઓ ટિમ કૂકને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં વેચાતા આઈફોનનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થવું જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. આ સાથે, ટ્રમ્પે એપલ પર ઓછામાં ઓછા ૨૫% ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી. આ બળાપા, બણગા કે ધમકી માટે ગુજરાતીમાં કેટલીક કહેવતો છે. “દુઃખે પેટ અને કુટે માથું..!” “નાચવું નહીં તેનું આંગણું વાંકુ..!” અને હવે નવી કહેવતઃ ‘મને મોટો ભા બનાવો...”
ટ્રમ્પે સોશિયલ મીડિયા
પર લખ્યુઃ મેં
આ સંદર્ભમાં એપલના ટિમ કૂકને ઘણા સમય પહેલા જ જાણ કરી દીધી હતી. મને આશા છે કે
અમેરિકામાં વેચાતા તેમના iPhones પણ ભારતમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં, પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. જે
આવું નહીં થાય તો એપલે અમેરિકાને ઓછામાં ઓછા ૨૫% ટેરિફ ચૂકવવા પડશે.
ટ્રમ્પે અગાઉ જ
એપલના સીઈઓ ટીમ કૂક સાથે ચર્ચા કરી ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા કહ્યું
હતું. તેમજ અમેરિકામાં જ ઉત્પાદન કરવા સલાહ આપી હતી. ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટ
નીતિ હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આ પ્રકારના પગલાં લઈ રહ્યા છે. ડોનાલ્ડ
ટ્રમ્પના ટેરિફ વૉરનો ઉદ્દેશ જ સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાનો છે. તે અમેરિકાની
ખાધમાં ઘટાડો કરી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માગે છે. ટૂકમાં કહીએ તો તેને બધાંના મોટા
ભા બનવુ છે.
વિડીયો ન્યૂઝ માટે
http://www.instagram.com/namobharatnews
follow page
વાત
કંઈ એવી છે કે ભારતના પાકિસ્તાન વિરૂદ્ધના ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાન ઘુંટણીયે
પડ્યું તેનો શ્રેય ટ્રંપે લેવો હતો. એણે નિવેદન પણ આપી દીધુ હતું. બીજું એને ભારત-પાકિસ્તાન
વચ્ચે મધ્યસ્થી બનવુ હતું. ત્રીજું આ સ્થિતિનો લાભ લઈ ભારતને દબાવવું હતું. આ ત્રણેમાં
એનો મેળ ના પડ્યો..! એટલે હવે તેણે ઉપર કહેલી કહેવતો મુજબ ત્રાગા કરવાનું શરૂ કર્યુ
છે. અને એટલે આ નાગાઈ શરૂ કરી છે.
No comments