માનવ અધિકાર આયોગે ગેરકાયદે રેતી ખનન અને માનવ મૃત્યુની SIT તપાસ પુનઃ કેમ કરાવવી પડી..?
મુ. શુકલતીર્થ, તા., જી. ભરૂચ મુકામે નર્મદા નદીના પટમાં તા. ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ થી રેતી કાઢેલા ઊંડા ખાડામાં પડી ડુબી જવાબથી (૧) દિશાન, ઉ.વ. ૬, (૨) વસંતભાઈ તથા તેનો પુત્ર (૩) બિનીતકુમાર ના મૃત્યુ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને લીધે થયેલા હતા.
સદર બનાવ સંબંધી ગેરકાયદેસર રેત ખનન પ્રવૃતિ કરનાર
જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરેલી નહિં હોવાથી કે મૃતકના પરિવારને યોગ્ય વળતરની
ચુકવણી કરવામાં આવેલી નહિં હોવાથી તથા પોલીસતંત્ર તરફથી જવાબદાર: શુરેન્દ્રસિંહ
બી. પરમાર ની સામે બી.એન.એસ.ની ક્લમ-૧૦૬ સહિની કલમો મુજબની એફ.આઇ.આર. દાખલ કરવામાં
આવેલી નહિં હોવાથી, ભોગ બનનાર પરિવારના સભ્યોએ
અને સમાજીક કાર્યકર્તાઓએ મહે. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરીયાદ દાખલ
કરેલી હતી, તેની કાર્યવાહી ચાલી રહી છે.
જે કામે નામ. માનવ અધિકાર આયોગ તરફથી SIT
ની રચના કરવાનો કલેકટરશ્રી ભરૂચને આપવામાં આવેલા આદેશ મુજબ
કલેક્ટરશ્રીએ નક્કી કરેલી SIT ના સભ્યો 1. ના.કલેકટરશ્રી
ભરૂચ, 2. GPCB અધિકારી, 3. DILR શ્રી અને 4. Dysp SIT દ્વારા
કરવામાં આવેલી તપાસ અને રજૂ કરવામાં આવેલા રિપોર્ટ સામે અરજદારો તરફથી વાંધા રજૂ
કરવામાં આવ્યા હતા.
જેથી કરીને નામ. આયોગ તરફથી અરજદારોને સાંભળીને નવેસરથી
તપાસ કરીને રિપોર્ટ કરવા કલેક્ટરશ્રીને આદેશ કર્યો હતો અને કલેકટરશ્રીએ હુકમ મુજબ
અરજદારને તથા મૃતકોના પરિવારના સભ્યોને તા. 20/05/2025 ના રોજ રૂબરૂ સાંભળેલા હતા.
SIT
ના અધ્યક્ષશ્રી અરજદારો તથા નજરે જોનાર મૃતકોના પરિવારના સભ્યોની
હાજરીમાં નવેસરથી બનાવ સ્થળની તપાસ આજ રોજ તા. 24/05/2025 ના રોજ કરી હતી. બનાવ
સ્થળે નજરે જોનાર મૃતકોના પરિવારના સભ્યોએ દુબવાના બનાવ સ્થળને તથા બનાવ સ્થળે
ડ્રેજિંગ મશીન વાળી લોખંડની બોટ પર લંબાવેલી પાઇપો દ્વારા ગેરકાયદેસર રેત ખનન
ચાલતું હતું તે સ્થળના લોકેશનને દેખાડેલા હતા અને SIT ના
અધ્યક્ષશ્રી ને બનાવ વખતે ના વીડિયો અને ફોટોગ્રાફ ની પેનદ્રાઈવ રજૂ કરેલી હતી અને
બનાવ સ્થળે ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિ સુરેન્દ્રસિંહ બી. પરમાર ની લિઝ સંચાલકો
દ્વારા થઈ રહેલ હતું, તેવી હકીકતો જણાવેલી હતી.
નજરે જોનાર મૃતકોના પરિવારના સભ્યોએ તથા બનાવના દિવસે ડેડ
બોડી શોધનાર ટિમ ના માછીમાર સભ્ય અશોકભાઈ ભીખાભાઇ માછી એ SIT
ને જણાવેલી બનાવના દિવસની બનાવની તમામ હકીકતોને SIT ના સભ્યોએ નોંધેલી હતી. SIT તરફથી સાચો રિપોર્ટ
તૈયાર કરવામાં આવે તેવી SIT સમક્ષ મૃતકોના પરિવારના સભ્યોએ
ન્યાયની માંગણી કરી હતી.
for video news (click link)
https://www.instagram.com/reel/DKD796WzhkV
બનાવ સ્થળે ત્રણ મૃત્યુના જવાબદાર સુરેન્દ્રસિંહ બી. પરમાર, રહે. માઢવાડી ખડડી, મુ.પો. શુકલતીર્થ, તા., જી. ભરૂચ ની સામે પોલીસતંત્ર તરફથી બી.એન.એસ.ની
કલમ- ૧૦૬ સહિતના ગુનાની એફ.આઈ.આર. દાખલ કરવાની કાર્યવાહી કરાવવાના જરૂરી આદેશ આપવા
વિનંતી કરી હતી.
No comments