we


લાલુપ્રસાદે તો પગલાં ભર્યા છે, ભાજપા ક્યારે એકશન મોડમાં આવશે..?

        બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતાદળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે પુત્ર, ધારાસભ્ય અને માજી મંત્રી તેજ પ્રતાપ યાદવને રાષ્ટ્રીય જનતા દળમાંથી હાંકી કાઢવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. ત્યારે સવાલ એ છે કે દિલ્હી-મુંબઈ એક્ષપ્રેસ વે પર અત્યંત નીચ અને હલકટ કૃત્ય કરનાર મનોહર ધાકડની ધરપકડ થયા પછીય ભાજપાએ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી..! કેમ..? તો કર્નલ સોફિયા કુરેશી સામે પણ વિવાદી અને આપત્તીજનક નિવેદન કરનાર વિજય શાહ હજુય પાર્ટી, પદ અને સરકારના સ્થાન ઉપર બિરાજમાન જ છે..! હે ભાજપાના રામ...

લાલુ યાદવે તેજપ્રતાપને જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના સામાજિક ન્યાય માટેની બેજવાબદારી માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આરજેડી સુપ્રીમો અને તેજ પ્રતાપના પિતા લાલુ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેજ પ્રતાપને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે લખ્યું, 'ખાનગી જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળી પાડે છે.' મોટા દીકરાની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી. તેથી, ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારથી દૂર રાખું છું. હવેથી તેમની પાર્ટી અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

જો કે આ કાર્યવાહીને આગામી મહિનાઓમાં યોજાનાર બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે સાંકળીને પણ જોવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે સામાવાળાના બધાં જ કાર્યને રાજનીતિ સાથે જોડી દેનાર ભાજપાના જાહેર જીવન માટેના કાટલા પોતાના માટે જુદા અને બીજા માટેના જુદા છે.

લાલુ પ્રસાદ યાદવે સોશ્યલ મીડિયા પર લખ્યુઃ હું હંમેશા જાહેર જીવનમાં જાહેર શરમનો હિમાયતી રહ્યો છું. પોતાના અંગત જીવનના સારા-ખરાબ અને ગુણ-અવગુણો જોવા માટે સક્ષમ છે. જેની સાથે તેની સાથે સંબંધ છે તેણે પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવા જોઈએ. હું હંમેશા જાહેર જીવનમાં જાહેર શરમનો સમર્થક રહ્યો છું.

આ બબાલની શરૂઆર શનીવાર તા. ૨૪મી મેના રોજથી શરૂ થઈ હતી. શનિવારે સાંજે, તેજ પ્રતાપ યાદવના સોશિયલ મીડિયા (ફેસબુક) એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાયરલ થઈ. આમાં તેજ પ્રતાપ એક છોકરી સાથે જોવા મળ્યા હતા. તેમાં લખ્યું હતું કે "હું તેજ પ્રતાપ યાદવ છું અને આ તસવીરમાં મારી સાથે દેખાતી છોકરીનું નામ ******* છે. અમે બંને છેલ્લા ૧૨ વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ. અમે છેલ્લા ૧૨ વર્ષથી રિલેશનશિપમાં છીએ. હું ઘણા સમયથી તમને બધાને આ કહેવા માંગતો હતો, પણ મને સમજાતું નહોતું કે કેવી રીતે કહેવું....? તો આજે આ પોસ્ટ દ્વારા, હું મારા હૃદયની લાગણીઓ તમારા બધા સાથે શેર કરી રહ્યો છું! મને આશા છે કે તમે બધા સમજી શકશો કે હું શું કહી રહ્યો છું." આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ.

for video news click link

https://www.instagram.com/reel/DKFzKPbskrx/?

લોકોએ આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવાનું શરૂ કર્યું. જોકે, તેજ પ્રતાપ યાદવના એકાઉન્ટમાંથી આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી. પરંતુ, આ સામાન્ય યુવાનો તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ લાલુ પરિવાર પર આકરા પ્રહારો કર્યા. હવે લાલુપ્રસાદે તો પગલાં ભર્યા છે, ભાજપા ક્યારે એકશન મોડમાં આવશે..?

No comments