નર્મદા મૈયા બ્રિજ અંગે જિલ્લા સમાહર્તાનું જાહેરનામું ટ્રાફિક સંચાલક માટે ‘ટોયલેટ પેપર’ બન્યુ..!
એક સમયે ગોલ્ડન બ્રિજ થી ઓળખાતું ભરૂચ આજે
નર્મદા મૈયા બ્રિજ અને ભૃગુ ઋષિ બ્રિજના કારણે નવીન ઓળખ પામી શક્યું છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા
મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પ્રતિબંધિત છે, હા સરકારી બસો અને જીવન જરૂરિયાતની
વસ્તુને લઈ જતા વાહનો અહીંથી લઈ જવાની છૂટ છે. જોકે એક ચર્ચા એવી ચાલે છે કે રોજ
રાતના સમયે લગભગ 9:00 વાગ્યાની આસપાસથી પ્રતિબંધિત વાહનો અહીંથી બે રોકટોક પસાર
થાય છે,
અને તેને પસાર થવા માટે ₹50થી માંડીને ₹500 સુધીની રકમ ગેરકાયદે ચૂકવવી પડે છે.
એક તારણ અનુસાર એક રાતમાં 300 કરતાં વધુ વાહનો
અહીંથી પસાર થાય છે હવે જો સરેરાશ 200 રૂપિયાની કિંમત ગણીએ તો એક રાતમાં 60,000 જેટલો ભ્રષ્ટાચાર માત્ર નર્મદા
મૈયા બ્રિજ ઉપરથી પસાર થતાં વાહનોમાં કરાતો હોવાની બૂમ ઊઠવા પામી છે. હાલમાં વાયરલ થઈ રહેલ એક વિડીયો
અનુસાર કેટલાક જાગૃત નાગરિકોએ અહીંથી પસાર થતાં શાકભાજીના ટેમ્પા ચાલકો સાથે વાત
કરતા તેમણે જણાવ્યું હતું કે, “તેઓ
રોજ અહીંથી પસાર થાય છે અને સંલગ્ન પોલીસ કર્મચારીને રોજના ₹100 ચૂકવે છે” જોકે આ ₹100ની કોઈપણ પાવતી કે રસીદ ટેમ્પો
ચાલકને અપાતી નથી.
વિડીયો જોવા click link
https://www.instagram.com/reel/DM6eLkiIRd_/?
એ વાત સીધી કે આડકતરી રીતે બયાન કરે છે કે આ
પૈસા હપ્તા તરીકે લેવામાં આવે છે. એક તરફ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાહેબના આદેશથી ટ્રાફિક પોલીસ અને
દરેક જિલ્લાની પોલીસ વાહન ચાલકોને વાહન ચલાવવાના નિયમોનું કડક પાલન કરાવવાની કોશિશ
કરી રહી છે. આ
નિયમો હેઠળ,
ખાસ કરીને હેલ્મેટ પહેર્યા વગર ચાલતા બે પૈડાંના વાહન ચાલકો પાસેથી 500 થી હજાર રૂપિયા
દંડ વસુલાય છે.
જેનો આંકડો માત્ર એક જ જિલ્લામાં રોજનો દસ લાખ રૂપિયાથી પણ વધુ દંડ વસૂલવામાં આવે છે. તો બીજી તરફ જે બ્રિજ ઉપર ભારે વાહનો
માટે પ્રતિબંધ છે તેવા બ્રિજ ઉપર રાતના સમય ભારે વાહનોને બે રોકટોક જવા દઈએ અને
તેમની પાસેથી દંડના બદલે હપ્તા વસુલી લેતી ગુજરાત અને ભરૂચની પોલીસ શું સાબિત
કરવા માંગે છે..?
વિડીયો જોવા click link
https://www.instagram.com/reel/DM6hox8IQ6Z/?
બીજી તરફ ભરૂચને પૂર્વ પશ્ચિમ દિશા સાથે જોડતો બ્રિજ બન્યો ત્યારથી તેની નીચેનો ભાગ ગેરકાયદેસર રીતે દબાણમાં લઈ લેવાયો હોવાની ફરિયાદો ઉઠી હતી. અહીં સંલગ્ન લોકોને પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા કે હંગામી ધોરણે લારી ગલ્લા કે પાછળના પાથરવાની છૂટ આપીને તેમની પાસેથી નિયમિત નાણાં ટેક્સ રૂપે વસૂલીને નગરપાલિકાને નિયમિત આવક ઊભી થાય તેવા સૂચનો કર્યા હતા. પરંતુ આ જગ્યા હાલ તો ગેરકાયદે લારી-ગલ્લા, પથારા અને ગેરકાયદે પાર્કિંગ નો અડ્ડો બન્યા છે. હાલમાં આવા જ કોઈ કારણસર એક યુવકને ચાર લોકોએ ભેગા મળીને લાકડીના સપાટા માર્યાનો વિડીયો વાયરલ થયો છે. જે નીંદનીય બાબત છે, ભરૂચ જિલ્લા સમાહર્તા અને જિલ્લા પોલીસવાળા આ બંને બ્રિજ સાથે સંકળાયેલ ગેરરીતી અને ગુંડાગર્દી બંધ કરાવે તે ઇચ્છનીય બાબત છે.
No comments