ભરૂચના મુખ્ય અધિકારીને દંડ વસુલી કેમિકલ વેસ્ટ જતો કરવાની સત્તા છે..?
ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યાને કેમિકલ વેસ્ટનો ડમ્પયાર્ડ સમજી વેસ્ટ ફેંકી જનાર કંપની તો પકડાઈ પણ નગરપાલિકાના મુખ્ય અધિકારી એ માત્ર ૩૦૦૦ રૂા. દંડ લઈને કસુરવાર કંપની ટેગ્રોસને છોડી દેતાં કે તેમની વિરૂદ્ધ કોઈપણ પ્રકારની પોલીસ ફરીયાદ નહીં કરાતા શંકાના વાદળો ઘેરાયાં છે.
વિકસીત ભરૂચના રહેણાંક વિસ્તારમાં કોઈ
બેજવાદાર કંપની વેસ્ટ મટીરીયલ ફેંકી જતાં લોકોમાં ધ્ત્ણા વ્યાપી જવા પામી હતી. જો
કે આ કચરામાંથી મળેલ ટેગ ઉપરથી માહિતી મળતાં ગણતરી ના સમયમાં
કસુરવાર કંપની (ટેગ્રાસ,
દહેજ) સામે કાર્યવાહી કરવાના બદલે માત્ર
૩૦૦૦ રૂા. દંડ વસુલીને પડદો પાડી દેવાતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
આ અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે
ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ૩,૦૦૦ રૂા. દંડ રૂા. દંડ વસુલવા સાથે જે તે કંપનીને આ વેસ્ટ ઉપાડવાની ફરજ પાડી છે. વધુમાં
તેમણે જણાવ્યુ કે આ હાનીકારક વેસ્ટ નહીં પણ કોલસો હતો..¦
અને જીપીસીબીએ આ વાત પ્રમાણિત કરી છે..¦
ખરેખર..?
ભરૂચના
મુખ્ય અધિકારી પર્યાવરણવિદ પણ છે..?
ભરૂચના
રહેણાંક વિસ્તારમાં ખુલ્લામાં ફેંકી દેવાયેલ કેમિકલ વેસ્ટ નહીં પણ કોલસો હોવાની
મુખ્ય અધિકારીની કૈફીયત શંકા ઉપજાવે તેવી છે. અથવા તો તેઓ જાતે પોતે પર્યાવરણ
નિષ્ણાત હોય તેમ લાગે છે..! જિલ્લા કલેકટર–વહિવટી વડા આમા કંઈ
કરશે ખરા..?
હવે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણાં સવાલો
અને ચર્ચા. જો ફેંકી દેવાયેલ વેસ્ટ કોલસો હતું તો અહીં ફેંકી દેવાયેલ
અંદાજીત બે ટન વેસ્ટની કિંમત કેટલી..? બજારમાં છૂટક કોલસો પપ રૂા. કિલો મળે છે. શું એક લાખ દસ હજારની કિંમતનો
કચરો કોઈ એકને અમે ફેંકી ગયું..? અને પાલિકાએ તે વેસ્ટ માત્ર ૩,૦૦૦ દંડ લઈને પરત આપી દીધો..? શું જીપીસીબીએ જે રીપોર્ટ આપ્યો છે તેની નકલ આ અધિકારી પાસે છે..?
આવી રીતે ફેંકી દેવાયેલ કેમિકલ વેસ્ટ બદલ
દંડ વસુલી જે તે કંપનીને છોડી દેવાની સત્તા મુખ્ય અધિકારી
પાસે છે ખરી..? શું મુખ્ય અધિકારી કેમિકલ એનાલીસિસના જાણકાર છે..?
જો આમ હોય તો સરકારે તેમને જીપીસીબીના
અધિકારી તરીકે નિમણૂક કેમ નથી આપી..?
અહીં સ્પષ્ટ થાય છે કે કોઈ નેતાના ઈશારે આ
બધું રંધાયું છે અને માનવ જીવન સામે ખતરો ઉભો કરનારને છોડી દેવાયા છે..¦
આ બનાવામાં પોલીસ ફરિયાદ અચૂક નોંધાવી જ
જોઈએ.
No comments