મોદી સરકારે સેવા-સુશાસનના ૧૧ વર્ષ પૂરા કર્યાની ભરૂચ જિલ્લામાં ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં પ્રદર્શની, પ્રેસમીટ અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું. પ્રદર્શની દ્વારા મોદી સરકારની જનકલ્યાણની વિવિધ યોજનાઓ, ૮૧ કરોડથી વધુ લોકોને મફત અનાજ, ૧૫ કરોડથી વધુ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી, દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર વૃદ્ધિ અને સર્વાંગી વિકાસની દિશામાં થયેલા અદભૂત કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા.
આ સાથે સેવા-સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતને સમર્પિત
સરકાર સંદર્ભે પ્રેસ મીટમાં વડોદરા સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળા વિશેષ ઉપસ્થિતિ રહ્યા
હતા. માં ભરૂચ જિલ્લા
ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોદી સરકારનાં
નેતૃત્વમાં અમલમાં મૂકાયેલી વિવિધ જનયોજનાઓ-વિવિધ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું.
વિકસિત ભારતના
સેવા, સુશાસન અને ગરીબ
કલ્યાણના અમૃતકાળની ઉજવણી - દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં આકાર
લેતા કરોડોના વિકાસકામોની પણ પ્રસ્તાવના રજૂ કરાય વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન અને ગરીબ
કલ્યાણના ૧૧ વર્ષ કેન્દ્રમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા
૧૧ વર્ષમાં દેશમાં આંતરિક, બાહ્ય સુરક્ષા, આર્થિક ક્ષેત્રે
ગતિવિધિઓ, આત્મનિર્ભતા, તમામ ક્ષેત્રે
વિકાસનો ચિતાર સાંસદ ડો. હેમાંગ જોષીએ આપ્યો હતો. ગુજરાત સાથે દેશમાં સૌથી વધુ
રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડોના કાર્યરત પ્રોજેક્ટો અંગે માહિતી
અપાઈ હતી. જેમાં ભાડભૂત બેરેજ, ફ્રેઈટ કોરિડોર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન
પ્રોજેકટ, ભરૂચ - દહેજ
એક્સપ્રેસ વે, એરપોર્ટની જાણકારી મીડિયા સમક્ષ રજુ કરાઈ હતી.
for VIDEO NEWS click link
https://www.instagram.com/reel/DKwvbu-zb4e
https://www.instagram.com/reel/DKyEBM4zWyi
આ ઉપરાંત
જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ડૉકટર, વકિલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, બિલ્ડર અને બુદ્ધિજીવીઓ
સહિતના મહાનુભાવો સાથે સંવાદ, સમ્માન અને સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમોમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સાથે સાંસદ મનસુખ વસાવા, સંગઠન પ્રભારી અશોક પટેલ, જીલ્લાના આગેવાનો નિરલ પટેલ, ફતેસંગ ગિહિલ, સંયોજક દિવ્યેશ પટેલ, રશ્મિકાંત
પંડ્યા, પ્રતિક્ષા પરમાર, નગરપાલિકાના અઘ્યક્ષા વિભૂતિ યાદવ,
શહેર મહામંત્રી મિતેષ રાણા તથા શહેર જિલ્લાના અન્ય પદાધિકારીઓ,
નગર સેવકો અને જીલ્લા-શહેરના
સૌ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
No comments