ભરૂચમાં દારૂબંધીના લીરે-લીરા, હાંસોટ પોલીસ સ્ટેશનમાં જ દારૂની મહેફિલ…!
ગુજરાતની દારૂબંધીના ભરૂચમાં લીરે લીરા ઉડ્યા છે. હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ દારૂની મહેફિલ માણતી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એસપીએ તપાસનો આદેશ આપ્યો છે. દારૂના નશામાં ડૂબી ગયેલા પોલીસકર્મીઓ ડાન્સ કરવા લાગ્યાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સ્ટોરીમાં અપલોડ કરવામાં આવ્યો હતો, જે વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી.
ભરૂચ
હેડક્વાર્ટરમાં આવેલ વર્કશોપમાં બે પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા
જેઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો
દાખલ કરાવ્યો હતો ત્યારે ભરૂચમાં બે દિવસમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલના બે મામલા
પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ વીડિયોમાં હાંસોટ પોલીસ મથકના
રાઇટર હિતેશ પરમાર અને અન્ય પોલીસકર્મીઓ
હોવાનું બહાર આવ્યું છે.
વિડીયો જોવા માટે (click link)
https://www.instagram.com/reel/DKvejKLIig2
No comments