we


ઝઘડિયાના સેન્ટ ગોબિનમાં આદિવાસી કામદારનું મોત, આદિવાસીઓના મસીહા મૌન કેમ..?

       તાજેતરમાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કાચ બનાવતી કંપની સેન્ટ ગોબિનમાં કામ કરતા ૨૫ ર્ષીય આકાશ વસાવા કાચની સ્લાઈડનો મોટો જથ્થો ટ્રકમાં  લોડ કરી રહ્યો હતો ત્યારે પર કાચની સ્લાઈડ પડતા તેનુ મોત નીપજ્યું હતું.

ગંભીર ઇજાગ્રત આકાશ વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી સેન્ટ ગ્લોબિન કંપનીના કામદારનું મોત નિપજ્યું છે. કાચની સ્લાઇડનો મોટો જથ્થો ટ્રકમાં લોડિંગ દરમિયાન ૨૫ વર્ષીય આકાશ વસાવા ઉપર કાચની સ્લાઈડો પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત આકાશને અંકલેશ્વરની જયા બેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

વિડીયો ન્યૂઝ માટે

click ink

https://www.instagram.com/reel/DKtI-1qIwG6

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના આંબોસ ગામનો રહેવાસી આકાશ વસાવા કંપનીમાં દધેડાના ડેપ્યુટી સરપંચના ચાલતા કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. આકાશ વસાવાના મોતના પગલે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હવે સવાલ એ છે કે આદિવાસીઓના મસીહા હોવાના છાશવારે નિવેદનો કરતાં આદિવાસી નેતાઓ

સાંસદ મનસુખ વસાવા, પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા, ઝઘડિયાના વર્તમાન ધારાસભ્ય રીતેશ વસાવા અને ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે મૌન કેમ છે..?


No comments