દાહોદના બચુ ખાબડના પુત્રની જેમ ભરૂચના મનરેગા કૌભાંડમાં નેતાપુત્રના ખાતામાં કરોડથી વધુ રકમ ઉધારાયાનો ગણગણાટ..!
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા જંબુસર, આમોદ, હાંસોટના ૧૧ ગામો કીમોજ, ધમણાદ, સમલી, વહેલમ, પુરુષા, કંટીયાજાળ, બોજાદરા, રાણીપુરા, બોલાવ, દાદાપર અને સુણેવખુર્દમાં મનરેગા યોજના હેઠળ થયેલા રોડ-રસ્તાના કામમાં ખાનગી એજન્સીઓ દ્વારા ખોટા બિલો રજૂ કરી સરકાર સાથે છેતરપિંડી કરાઈ છે. જો કે એક એવી વાત પણ સામે આવી છે કે દાહોદના બચુ ખાબડના પુત્રની જેમ ભરૂચના પણ એક નેતાપુત્રના ખાતામાં એક કરોડથી વધુ રકમ સીધી ઉધારી દેવાયાનો ગણગણાટ પણ છે.
ભરૂચ ખાતે મદદનીશ
પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની
ફરિયાદ નોંધાઇ છે. ભરૂચ જિલ્લાના 56
ગામોમાં અંદાજિત અલગ અલગ એજન્સીઓએ સરકારમાં ખોટા નકલી બીલો મૂકી ઘટના સ્થળે કામો
કરાવ્યા વિના બીલો મૂકી ૭ કરોડ ૩૦ લાખની નાણાંકીય ગેરરીતિ ઉચાપત કરી હોવાનું
સામે આવતા ભરૂચના મદદનીશ પ્રયોજન અધિકારી દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ગીર
સોમનાથની બે એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદનો તપાસનો ધમધમાટ શરુ
કર્યો છે.
જેમાં જલારામ
એન્ટરપ્રાઈઝ, મુરલીધર એન્ટરપ્રાઈઝ અને કરાર આધારિત
આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે ૬0-૪૦નો રેશિયો તોડી મટીરિયલની ખરીદી કરવામાં આવી છે. સરકારી એસઓપી અને ક્રાઇટ એરિયા મુજબ કામ થયું
અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી છે. વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા
બિલ બનાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીલ્લા વિકાસ અધિકારી ભરૂચનાઓને મળેલી
રજૂઆતના પગલે તપાસ કરવામાં આવતા ભરૂચ જીલ્લાના જંબુસર,આમોદ અને હાંસોટ ત્રણેય તાલુકાના
ટીડીઓને નોટિસ આપી તપાસ અર્થે હજાર થવા માટે ફરમાન કર્યું છતાં પણ તપાસમાં સહકાર ન
મળતા
સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવતા ગેરરીતિ
બહાર આવી છે. આ બધાંની સામે આઈપીસીની કલમ 409,406,465,467,468,471,120 (બી), 114 મુજબ ગુનો દાખલ એ ડિવિઝન પોલીસ મથકમાં કરાવતા તપાસ કરવામાં આવી રહી
છે.
દાહોદના ચકચારી મનરેગા
કૌભાંડની જેમ ભરૂચ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ ચિંતાજનક બનાવતી ગેરરીતિ બહાર આવી
છે. એક એવો ગણગણાટ પણ શરૂ થયો છે કે પંચાયતના આગેવાનના માધ્યમથી જિલ્લના એક
નેતાપુત્રના બેંક ખાતામાં એક કરોડથી પણ વધુ રકમ સીધી ટ્રાન્સફર કરી દેવાઈ હતી..! જો
કડક અને નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે તો દાહોદની જેમ ભરૂચના નેતાપુત્ર પણ જેલના
સળીયા પાછળ..!
શું છે સમગ્ર કૌભાંડ? મદદનીશ યોજના અધિકારી પ્રતિક ચૌધરી
દ્વારા પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે,ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ
અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની બે એજન્સીઓએ મનરેગા હેઠળ કામ દર્શાવી
ખોટા બિલો રજૂ કર્યા હતા. આ એજન્સીઓએ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના કુલ 11 ગામોમાં વધુ મટીરિયલ બતાવી અને ખોટી
વિગતો રજૂ કરી અને કામ કરાવ્યું છે,તેમ બતાવ્યું હતું. વાસ્તવમાં જ્યાં માનવ શ્રમનો ઉપયોગ થવો જોઈતો
ત્યાં યાંત્રિક સાધનો દ્વારા કામો કરાયા હતા અને મનરેગા હેઠળ મળતી રોજગારી છીનવી
લેવામાં આવી હતી.
મનરેગામાં ભાજપા-કોંગ્રેસ ભાઈ-ભાઈ..! ખાબડ સાથે જોટવા..?
૪૦૦ કરોડના કૌભાંડની આશંકા
#viral #video #statement #મનરેગા #કૌભાંડ #news #bjp #congress #partner #scam #namobharat
https://www.instagram.com/reel/DKQivRho870
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને
એજન્સીના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. DYSP અનિલ સિસારા દ્વારા મળેલ માહિતી મુજબ, સમગ્ર મામલાની છણાવટ માટે સ્પેશિયલ ટીમ
રચવામાં આવી છે. અનિલ સિસારાએ જણાવ્યુ છે કે, "મનરેગા અંતર્ગત થયેલા કામમાં મોટાપાયે
ગેરરીતિ થયાની માહિતી સામે આવી છે. પોલીસ ફરીયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે." ચિંતાજનક
બાબત એ છે કે જેને ગરીબ લોકોને રોજગારી આપવી હતી એ યોજનામાં જ લૂંટ ચલાવી. હવે
જોવાનું એ છે કે શું ભવિષ્યમાં આવી ગેરરીતિઓ સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં.
No comments