પોલીસ અડપલાં કરનાર સાજીદ વાઝાને બચાવી રહી છે, પોલીસવડા પર પણ ગંભીર આરોપ
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપારડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજીદ હુસેન વાઝાએ સગીરાને ઘરે ટ્યુશનમાં બોલાવી શારીરિક અડફલા કર્યાના બનાવમાં ત્રણ દિવસ પછીય સગીરાને ન્યાય ન મળતાં ભરૂચના સાંસદ ‘લાલ પીળા થયા છે..!’ તેમણે રાજપારડી પોલીસ ઈન્સપેકટર સહિત જિલ્લા પોલીસવડાને પણ આડે હાથ લેવા સાથે તેમના ઉપર ગંભીર આરોપ કર્યા છે. તેમેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ,
“ત્રણ દિવસ પહેલાં રાજપારડીની
નવમાં ધોરણમાં ભણતી આદિવાસી દીકરી સાથે સાજીદ વાઝા નામનો શિક્ષક કે જે રાજપારડી હાઈસ્કૂલમાં
નોકરી કરે છે, તેણે આ છોકરી સાથે ખરાબ વર્તન કર્યુ. છેડતી કરી. એ છોકરી હિમ્મતવાળી
કહેવાય કે જે શિક્ષકની ઈચ્છા હતી તેને શરણે ના થઈ. પોલીસ ફરીયાદ થઈ છે, પોલીસને કાયદેસર
કાર્યવાહી કરવા જણાવ્યુ છે. પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પી. આઈ. પર મને ભરોસો નથી.
ત્રણ દિવસ થયા, પણ એ બનાવ પર પડદો પડે તેવા પ્રયત્ન કરી રહ્યા છે. હમણા એસ. પી. ને
પણ વાત કરી. મને લાગે છે કે ભરૂચ એસ. પી. પણ આ પી. આઈ.નો બચાવ કરે છે. ગામના લોકોનું
કહેવું છે કે આ દસમો અગ્યારમો બનાવ છે. પોલીસને ક્યાંથી હપ્તા લેવા તે ખબર પડે છે.
પણ આ પ્રકારની વૃત્તિવાળા શિક્ષકની ખબર નથી..! પોલીસ તેને બચાવવાના પ્રયત્ન કરી રહી
છે. હું સમજી વિચારીને બોલું છું. પોલીસનો મારો કોઈ વિરોધ નથી.”
બનાવની વિગત એવી છે કે ઘટનાના દિવસે અન્ય વિધાર્થીનીઓને સાજીદ વાઝાએ રજા આપી એકલી સગીરાને દાખલા
શીખવાડવાના બહાને ટ્યુશનના સમય કરતાં વધુ સમય બેસાડી હતી. તે દરમિયાન તેણે સગીરા સાથે છેડતી કરી હતી અને શારીરિક અડફલા
કર્યા હતા. આ ઘટના બાબતે સગીરાએ ઘરે જઈ તેની માતાને વાત કરતા તેની માતાએ કામ પરથી
આવેલા તેના પિતાને આ બાબતની જાણ કરી હતી. પિતાને પોતાની પુત્રી સાથે થયેલ છેડતી ની
જાણ થતાં તેના પિતા સાજીદના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા હતાં. ત્યારે સાજીદએ ઉલટાનું
તેના પિતા સાથે ગેરવર્તુણક કરી ગાળા ગાળી કરી બે લાફા માર્યા હતા. પિતાએ પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ એક્ટોસિટી એક્ટ તથા પોક્સો હેઠળ
ગુનો દાખલ થતાં મંગળવારે સાંજે પોલીસે આરોપીની ધરપકડ કરી
હતી.
For Video New click link
https://www.instagram.com/reel/DKLjptWoc8L
ઘટનાની જાણ ભરૂચના
સાંસદ મનસુખ વસાવાને થતા આજરોજ તેઓ ભોગ બનનાર પરિવારની મુલાકાતે આવ્યા હતા અને
ગુનેગારને કડકમાં કડક અને વહેલી તકે સજા કરવામાં આવશે તેવી સાંત્વના ભોગ બનનાર
પરિવારને આપી હતી. બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ રાજપારડી પોલીસ સામે પણ ગંભીર
આક્ષેપો કર્યા હતાં. સાથે તેમણે ભરૂચ જિલ્લા પોલીસવડા ઉપર પણ ગંભીર
આરોપો લગાવ્યા છે.
No comments